GRAND PARENTS DAY CELEBRATION (21 & 22 OCTOBER,2019)

Oct 21, 2019

          

શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ ગુણાતીત વિદ્યાધામ સમરોલી (ચીખલી) માં ૨૧ ઓકટોબર ૨૦૧૯ નાં રોજ “GRAND PARENTS DAY” ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં બાળકોના દાદા-દાદીને ખાસ આમંત્રણ આપી ને બોલાવવામાં આવ્યા અને તેઓ પણ બાળકોને ઉત્સાહ તથા પ્રોત્સાહન મળે તે હેતુ આવ્યા હતા બાળકો એ પોતાના દાદા-દાદી ને તિલક કરી પૂજન કર્યું અને મીઠાઈ ખવરાવી. ત્યારબાદ આરતી થઇ. બાળકોએ પ્રસંગ અનુસંધાને વક્તવ્ય રજુ કર્યા હતા. સાથે એક નાનકડું નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દાદા-દાદીનાં પ્રતિનિધિ દ્વારા એક વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવારને આવા કાર્યક્રમ માટે અભિનંદન પાઠવ્યા હતા. શાળાનાં આચાર્યશ્રી નું પણ આ પ્રસંગે એક વક્તવ્ય હતું
આ અવસરે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામીજી શ્રી ધનશ્યામ પ્રકાશદાસજી દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. ટ્રસ્ટીશ્રી નિપુનભાઈ વિધાર્થીઓ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.